Shree Umiya Chalisa
આદ્યશક્તિ મા ઉમિયા તુ છે
પરા શક્તિ મા ઉમિયા તુ છે
શિવ શક્તિ મા ઉમિયા તુ છે
પ્રાણ શક્તિ મા ઉમિયા તુ છે
શકલ વિશ્વ ની સર્જનહારી
પ્રાણી માત્ર ની પાલનહારી
મમતા મહિમા માતા તુ પ્યારી
સૌ પર કરુણા તું કરનારી
બ્રહ્મા સર્જન શક્તિ વાચક
વિષ્ણુ તવનવ શક્તિ આચક
મહેશ તવ શક્તિ પર રાંચે
તવ શક્તિ વિણ જગ કે નચાલે
ઉમિયા તું છે વેદ ની વાણી
રૂષિમુનીયો એ તુજને જાણી
પુરાણો એ પણ તને વખાણી
સંતો ભગતો એ પણ માની
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા
અભિમાન દેવો ને આવ્યુ
ઉમિયા તે તણખલું બતાવ્યું
બળ કોઈ નુ મા કામ ના આવ્યુ
સો શક્તિ નું ભાન કરાવ્યું
વસ્ત્ર આભુસણ તન પર સોહે
અસ્ત્ર શસ્ત્ર તારા કર માં સોહે
શોભા અનુપમા તારી હોયે
ધૂપ મનોહર ત્રિભોવન મોહે
લઇ અવતાર દક્ષ ઘર આવી
ઉમિયા મા તુ સત્તી કેહવાઇ
કર્યો તાપ તે કષ્ટ ઉઠાવી
શંભુ ને તે લિધા મનાવી
યજ્ઞો માં સર્વે દેવો બોલાવ્ય
દક્ષે શિવ ને ના બોલાવ્યા
તારી આંખ માં અશ્રુ આવ્યા
યજ્ઞો મા તેતો હોમી કાયા
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા
ક્રોધિત શંકર શરીર ઉઠાવ્યું
શિવ તાંડવ થી જગ અકળાયું
ત્યારે હરિ એ ચક્ર ચલાવ્યું
શિવ ના મન ને વિરખ બનાવ્યું
ગીરજા થઇ ને ગીરી ઘેર આવી
મેનાવતી એ મૂડ મા સમાવી
પિતા એ તુજને ગોદ ઉઠાવી
પર્વત સુત પાર્વતી કેહવાણી
શિવ ને વરવા પ્રણ તે લિધો
અપરણા બહુ તપ તે કીધો
શિવ નુ મન તે જીતી લિધુ
અંતે શિવાની પદ તે લિધુ
વિધ વિધ રૂપે મા તુ આવી
એકાવન શક્તિ પીઠે સમાઈ
ઉમિયા રૂપે ઊંઝા આવી
કડવા પાટીદાર ની તું માઈ
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા...
પ્રથમ પૂજ્ય છે ગણેશ તારો
વિઘ્ન હરતા સૂત છે તારો
કાર્તિકેય પણ પુત્ર છે તારો
દેવો નો છે રક્ષણ હારો
રણચંડી થઈ અસુર સંહાર્યા
શુમ્ભની શુમ્ભને તેતો માર્યા
ચંદ મુંડ તારા થી હાર્યા
મહિસાસુર આદિ સંહાર્યા
ગૌરી સુંદર વરદે નારી
અન્નપૂર્ણા અન્ન દેવા વાળી
તુજ ભવાની તુ મહાકાલી
તું અંબા તું બહુચર માડી
નવદુર્ગા ના રૂપ છે ન્યારા
સગડા રૂપ છે માતા તારા
સહસ્ત્ર નામ મા ઉમિયા તારા
ભગતો ને મુક્તિ દેનારા નારા
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા...
ઉમિયા તું છે જગ મહા માયા
તેજ સગડા ખેલ રચાયા
મોહ પાસ માથી છોડાવ્યા
જે તારા ચરણો મા આવ્યા
ઉમિયા મહા દુઃખ હરનારી
ઉમિયા સર્વ સુખ કરનારી
રિદ્ધિ સિદ્ધિ મા તુ દેનારી
અખંડ ભંડારો ભરનારી
અજ્ઞાન કેરા તમશ હરજે
અંતર ને આલોકિત કરજે
આશિષ તારા સૌ પર વરસે
ભક્ત સમર ના હૈયા હરખે
ઉમિયા ચાલીસા જે ગાવે
મનવાચીત ફલ એતો પાવે
લાલ રત્તી ગુણ તારા ગાવે
ભવ સાગર સૌ તારી જાવે
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા
જય જય ઉમિયા મા...
.png)