top of page

Umiya Mataji Aarti

Umiya Mataji Chhadi Aarti and Thal
00:00 / 26:00
Bol Mari Umiya
00:00 / 03:09

Mataji Aarti in words

સોને કી છડી, રૂપે કી મશાલ,
ઝરીયાના ઝમા વાળી, મોતિયાની માળા વાળી, 
શિર પર મુકુટધારી, નંદી પર શોભે સવારી,
ઉંઝા શેર ધામ વાળી, ઉગમાનાં દ્વાર વાળી, 
તાડકાસુર ને મારનારી, કડવા કુડને તારનારી,
નવખંડે નારાયણી, નવદુર્ગા ઉમામહેશ્વરી, 
ભોળી ભવાની, તેત્રીસ કરોડ દેવતાની દેવી,
કડવા પટેલની કુળદેવી, રાજમાતા રાજેશ્વરી 
શ્રી ઉમિયામાતાજી ને ઘણી ખમ્મા. 
શ્રી ઉમિયામાતાજી ને ઘણી ખમ્મા. 
શ્રી ઉમિયામાતાજી ને ઘણી ખમ્મા.

########################

Umiya Mataji Aarti

જય આદ્યા શક્‍તિ, મા જય આદ્યા શક્‍તિ,

અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા, 

પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે. 

 

દ્વિતિયા બેય સ્‍વરૂપ, શિવ શક્‍તિ જાણું, મા શિવ શક્‍તિ જાણું, 

બ્રહ્મા ગણપતિ ગાઉ, બ્રહ્મા ગણપતિ ગાઉ, 

હર ગાવું હરમા, જ્‍યો જ્‍યો મા જગદંબે. 

 

તૃતીયા ત્રણસ્‍વરૂપ, ત્રિભુવન માં બેઠા, મા ત્રિભુવન માં બેઠા, 

દયા થકી તરવેણી, દયા થકી તરવેણી, 

તમે તારૂણી માતા, જ્‍યો જ્‍યો મા જગદંબે. 

 

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્‍યાપ્‍યાં, મા સચરાચર વ્‍યાપ્‍યાં, 

ચાર ભુજા ચૌદિશા, ચાર ભુજા ચૌદિશા

પ્રગટયાં દક્ષિણમાં, જ્‍યો જ્‍યો મા જગદંબે.  

 

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી ગુણ પદ્મા, 

પંચ તત્‍વ ત્‍યાં સોહિયે, પંચ તત્‍વ ત્‍યાં સોહિયે, 

પંચે તત્ત્વો મા, જ્‍યો જ્‍યો મા જગદંબે.  

ષષ્ઠિ તું નારાયણી, મહિસાસુર માર્યો, મા મહિસાસુર માર્યો, 

નર નારી ના રૂપે, નર નારી ના રૂપે,

વ્‍યાપ્‍યાં સર્વેમા, જ્‍યો જ્‍યો મા જગદંબે,

 

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્‍યા સાવિત્રી, માં સંધ્‍યા સાવિત્રી, 

ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, 

ગૌરી ગીતા મા, જ્‍યો જ્‍યો મા જગદંબે. 

 

અષ્ટમી અષ્ટભુજા, આવી આનંદા, મા આવી આનંદા,

સુનીવર મુનીવર જનમ્‍યા, સુનીવર મુનીવર જનમ્‍યા, 

દેવ દૈત્‍યો મા, જ્‍યો જ્‍યો મા જગદંબે. 

 

નવમી નવકુળ નાગ, સૈવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા, 

નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, 

કીધાં હર બ્રહ્મા મા, જ્‍યો જ્‍યો મા જગદંબે,

 

દશમી દશ અવતા, જય વિજયા દશમી, મા જય વિજયા દશમી, 

રામે રામ રમાડયા, રામે રામ રમાડયા, 

રાવણ રોબ્‍યો મા, જ્‍યો જ્‍યો મા જગદંબે,

 

એકાદશી અગિયારસ, કાત્‍યાયની કામા, મા કાત્‍યાયની કામા, 

કામદુર્ગા કાળીકા, કામદુર્ગા કાળીકા, 

શ્‍યામાને રામા, જ્‍યો જ્‍યો મા જગદંબે,

 

બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી અંબા મા, 

બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, 

ત્‍હારા છે તુજ મા, જ્‍યો જ્‍યો મા જગદંબે,

 

તેરશે તુળજા રૂપ, તમે તારૂણી માતા, મા તમે તારૂણી માતા, 

બ્રહમાવિષ્‍ણુ સદાશિવ, બ્રહમાવિષ્‍ણુ સદાશિવ, 

ગુણતારા ગાતા, જ્‍યો જ્‍યો મા જગદંબે,

 

ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા,

ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, 

સિંહ વાહિની માતા, જ્‍યો જ્‍યો મા જગદંબે,

 

પુનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા, 

વસિષ્ઠ દેવે વખાણ્‍યાં, માર્કુન્‍ડ મુની એ વખાણ્‍યાં, 

ગાઈ શુભ કવિતા, જ્‍યો જ્‍યો મા જગદંબે,

 

સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા, મા સોળસે બાવીસ મા, 

સવંત સોળ પ્રગટયાં, સવંત સોળ પ્રગટયાં, 

રેવાને તીરે, મા ગંગાને તીરે,  જ્‍યો જ્‍યો મા જગદંબે.

 

ત્રાંબાવટી નગરી, માં રૂપાવટી નગરી, માં મંછાવટી નગરી,

સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ, સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ,

ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી, જ્‍યો જ્‍યો મા જગદંબે.

 

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો, માં અંતર નવધરશો,

ભોળા ભવાની ને ભજતાં, ભોળા ભવાની ને ભજતાં 

ભવ સાગર તરશો, જ્‍યો જ્‍યો મા જગદંબે.

 

શિવ શક્‍તિની આરતી, જે કોઈ ગાશે, માં જે કોઈ ગાશે,

ભણે શિવાનંદ સ્‍વામી, ભણે શિવાનંદ સ્‍વામી, સુખ સંપત્તિ થાશે, 

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે, જ્‍યો જ્‍યો મા જગદંબે,

 

 

ભાવન જાણુ, ભક્‍તિ ન જાણું, નવજાણું સેવા, મા નવજાણું સેવા, 

વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો, વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો, 

ચરણે સુખ દેવા, જ્‍યો જ્‍યો મા જગદંબે,

 

માણી ચૂંદડી લાલ ગુલાલ, સોભા બઉ સારી, સોભા બઉ સારી,
આંગણ કુકડ નાચે, આંગણ કુકડ નાચે, 
જય બહુચરવડી, જયો જયો મા જગદમ્બે

ઓમ જ્‍યો જ્‍યો મા જગદંબે,

ઓમ જ્‍યો જ્‍ય મા જગદંબે,

બોલો શ્રી અંબે માતા કી જય
બોલો શ્રી ઉમિયા માતા કી જય‼

########################

"કરપૂરગૌરં કરુણાવતારં
સંસારસારં ભુજાગેન્દ્રહારં।
સદાવસંતં હૃદયારવિન્દે
ભવં ભવાણીસહિતં નમામિ॥"

 

"મંગળં ભગવાન્ વિષ્ણુઃ, મંગળમ્ મધુસૂદનઃ।
મંગળં પુન્ડરીકાક્ષઃ, મંગળં ગરુડધ્વજઃ।"

 

"સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થીસાધિકે।
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણિ નમોऽસ્તુ તે॥"

############################​

Umiya Mataji Thal

ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!
ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!

ભાવતા માડી ભોજન બનાવ્યા, પ્રેમથી પીરસી દઉં.
ભાવતા માડી ભોજન બનાવ્યા, પ્રેમથી પીરસી દઉં.

હેતથી માડી તમને જમાડું. 
હેતથી માડી તમને જમાડું. વાલથી ભરણા લવુ.

ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!
ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!

સોમવારે શ્રીખંડ પુરી ને સરસ બનાવી સુખડી.
સોમવારે શ્રીખંડ પુરી ને સરસ બનાવી સુખડી.

મંગળવારે મોહનથાળ, 
મંગળવારે મોહનથાળ બનાવી દુધ રબડી 

ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!
ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!

બુધવારે બરફી પેંડા, સાથે સાલમ પાક
બુધવારે બરફી પેંડા, સાથે સાલમ પાક

ગુરુવારે ગુલાબ જાંબુ, 
ગુરુવારે ગુલાબ જાંબુ, આપો દુધપાક  

ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!
ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!

શુક્રવારે સુતરફેળી દૂધી કેરો હલવો,
શુક્રવારે સુતરફેળી દૂધી કેરો હલવો

શનિવારે લાપસી શિરો,
શનિવારે લાપસી શિરો, સોજી નો કર્યો રવો 

ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!
ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!

રવિવારે રસગુલ્લા ને સુકો મેવો સાથે 
રવિવારે રસગુલ્લા ને સુકો મેવો સાથે 

લવીંગ સોપારી ને એલચી સાથે,
લવીંગ સોપારી ને એલચી સાથે, પાન બીડાનો હાથી 

ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!
ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!

અંદરથી આજે મન કર્યું ગંગા ની ભરી ઝારી,
અંદરથી આજે મન કર્યું ગંગા ની ભરી ઝારી, 

ઊરથિ આશીર્વાદ આપો,
ઊરથિ આશીર્વાદ આપો, વંદન વારી વારી  

ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!
ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!
ઉમિયા માં, જમવા આવો ને! મારે ઘેર વેલા આવો ને!

Australian-Aboriginal-Torres-Strait-Island-flags.png.webp

Acknowledgement of Country

We acknowledge and pay respect to the Darug and Gundungarra people who are the traditional owners of the land on which we gather. We pay our respects to their Elders, past, present, and emerging, and recognise their continuing connection to land, culture, and community.

Subscribe to Get the Latest News & Events

Join the Cause. Together Let's Shape the Dream.

Join hands to build Australia's First Shree Umiya Mataji Shikar baddh Temple & Multicultural Center,  a place of devotion, culture, and unity for everyone. Your support will help make this dream a reality.
Build a Place Where Everyone Belongs.

ABOUT ORGANISATION

Umiya Parivar Australia Ltd.
ABN 48 675 968 153
ACNC REGISTERED
NOT FOR PROFIT ORGANISATION

PHONE

0413 286 492

EMAIL

Copyright © 2025. All rights reserved.

bottom of page