Shree Umiya Sharanam Mamah ( શ્રી ઉમમયા શરણં મમ્ )
જય હો મા ઉમિયા, જય જય ઉમિયા
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
ઊંઝા ભૂમિના કણકણ બોલે શ્રી ઉમિયા...
સકળ જગતના જન જન બોલે શ્રી ઉમિયા...
ભક્તજનોના હૈયા બોલે શ્રી ઉમિયા...
માંને પોકારી છૈયા બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
કમળ કમળ પર મધુકર બોલે શ્રી ઉમિયા...
ડાળ ડાળ પર પંખી બોલે શ્રી ઉમિયા...
હો કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી ઉમિયા...
પાન પાન શાખાઓ બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
જય હો મા ઉમિયા (૨)
નદિયો કેરા નીર બોલે શ્રી ઉમિયા...
ખળ ખળ વહેતા ઝરણા બોલે શ્રી ઉમિયા...
એવા મંદ વિહરતા વાયુ બોલે શ્રી ઉમિયા...
ફોરમતાં ફુલડાઓ બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
મધુર વીણા વાજિંત્રો બોલે શ્રી ઉમિયા...
વેણું સ્વર સંગીતે બોલે શ્રી ઉમિયા...
એવાં નોબતના ચોઘડિયા બોલે શ્રી ઉમિયા...
શરણાઈ કેરા સૂર બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
આંબા ડાળે કોયલ બોલે શ્રી ઉમિયા...
કળા કરંતા મોર બોલે શ્રી ઉમિયા...
વનસ્પતિ હરિયાળી બોલે શ્રી ઉમિયા...
સંગીતની સુરાવલી બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી ઉમિયા...
તારલિયા નભ મંડળ બોલે શ્રી ઉમિયા...
એવા આકાશે પાતાળે બોલે શ્રી ઉમિયા...
ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
જય હો મા ઉમિયા (૨)
દિપકના અજવાળાં બોલે શ્રી ઉમિયા...
તમરા ઓ અંધારે બોલે શ્રી ઉમિયા...
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રી ઉમિયા...
રોમ રોમ વ્યાકુળ થઈ બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
હૈયાના ધબકારા બોલે શ્રી ઉમિયા...
શ્વાસોના થડકારા બોલે શ્રી ઉમિયા...
પ્રાર્થના કરતા અધરો બોલે શ્રી ઉમિયા...
અશ્રુભીની આંખો બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
જય હો મા ઉમિયા (૨)
કિલ કિલ હસતા બાળકો બોલે શ્રી ઉમિયા...
કાવ્ય રચંતા કવિઓ બોલે શ્રી ઉમિયા...
અરે મહિમા ગાતા ભક્તો બોલે શ્રી ઉમિયા...
સમસ્ત જગ માં સર્વે બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
ટક ટક ટક ઘડિયાળો બોલે શ્રી ઉમિયા...
ઘડિયાના ઘંટારવ બોલે શ્રી ઉમિયા...
એવા સાગર કેરી લહેરો બોલે શ્રી ઉમિયા...
નદિયોના કિનારા બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
જય હો મા ઉમિયા (૨)
ગેરિ શિખર તળેટી બોલે શ્રી ઉમિયા...
ખીણ અને કંગરાઓ બોલે શ્રી ઉમિયા...
ઝરમર ઝરમર ઝરમર મેઘ બોલે શ્રી ઉમિયા...
ઝબુકતી દામિની બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
સંત અને શૂરાઓ બોલે શ્રી ઉમિયા...
ભજનિકો ભજનમાં બોલે શ્રી ઉમિયા...
ગુંજન કરતા ભમરા બોલે શ્રી ઉમિયા...
સાવજ કેરી ડણકો બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
જય હો મા ઉમિયા (૨)
દિન દુ:ખી દુ:ખીયારા બોલે શ્રી ઉમિયા...
ભાવે ભજતા ભાવિક બોલે શ્રી ઉમિયા...
અરે ગગન વિહરતા પંખી બોલે શ્રી ઉમિયા...
મેઘ ધનુ ના રંગો બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
ચારે દિશા ચહુઓર બોલે શ્રી ઉમિયા...
નમન કરતી ક્ષિતિજો બોલે શ્રી ઉમિયા...
એવા કુમકુમ પગલીયે પ્રભાત બોલે શ્રી ઉમિયા...
આથમતી સંધ્યાય બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
જય હો મા ઉમિયા (૨)
મંદિરોના ગુંબજ બોલે શ્રી ઉમિયા...
ફરફરતી ધજાઓ બોલે શ્રી ઉમિયા...
મંદિરનું પટાંગણ બોલે શ્રી ઉમિયા...
આરસ પહાણની સીડી બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
આરતી કેરી ઝાલર બોલે શ્રી ઉમિયા...
દિપ કેરી જ્યોતિ બોલે શ્રી ઉમિયા...
અરે શંખ ધ્વનિ નગારા બોલે શ્રી ઉમિયા...
ઘંટારવ આનંદે બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
જય હો મા ઉમિયા (૨)
નર નારી હરખાતા બોલે શ્રી ઉમિયા...
વૃધ્ધ અને ભુલકાઓ બોલે શ્રી ઉમિયા...
એવા માળાના મણકાઓ બોલે શ્રી ઉમિયા...
ધુપ અને ધુપશેર બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
ચૂંદ્ર કેરી ચાંદની બોલે શ્રી ઉમિયા...
સૂરજ કેરી રોશની બોલે શ્રી ઉમિયા...
ટમ ટમતા તારલિયા બોલે શ્રી ઉમિયા...
વિહરતી વાદળીઓ બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
જય હો મા ઉમિયા (૨)
રાત્રી બોલે દિન બોલે શ્રી ઉમિયા...
અંધારા અજવાળા બોલે શ્રી ઉમિયા...
અરે ત્રશષિમુનિને દેવો બોલે શ્રી ઉમિયા...
સમસ્ત જગ ના પ્રાણી બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
નૃત્ય કરંતી નારી બોલે શ્રી ઉમિયા...
પનઘટની પનિહારી બોલે શ્રી ઉમિયા...
ખેતર ખેડતા ખેડુ બોલે શ્રી ઉમિયા...
ચારો ચરંતી ગાયો બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
જય હો મા ઉમિયા (૨)
ગામે ગામની ગલિયોં બોલે શ્રી ઉમિયા...
પુષ્પ પુષ્પની કલિંયો બોલે શ્રી ઉમિયા...
અરે પંખીના કલશોર બોલે શ્રી ઉમિયા...
રંગબેરંગી પતંગા બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
હોમ હવન આહુતિ બોલે શ્રી ઉમિયા...
આસોપાલવ ના પાન બોલે શ્રી ઉમિયા...
એવી પૂજા કેરી થાળી બોલે શ્રી ઉમિયા...
શ્રધ્ધાળુ ની શ્રધ્ધા બોલે શ્રી ઉમિયા...
શ્રી ઉમિયા શરણં મમ્ (૪)
જય હો મા ઉમિયા (૨)
.png)